વિચારથી- રવિ લખતરિયા પ્રજાપતિ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 13 ઑગસ્ટ, 2023

વિચારથી- રવિ લખતરિયા પ્રજાપતિ

રચનાનું નામ: વિચારથી

લેખક:- રવિ લખતરિયા પ્રજાપતિ


મન થન ગની રહ્યું હતું, વિચાર હજારોથી

બુદ્ધિ પકડી રહી હતી, વિચાર હજારોને


મૂંઝવણ થઇ રહી હતી, વિચાર હજારોથી

બુદ્ધિ કહી રહી હતી,પકડ એક વિચારને


શું કરું શું નહી થઇ રહ્યું હતું, સફળ નિષ્ફળતાના વિચારોથી

બુદ્ધિ કહી રહી હતી, પ્રયત્ન તો કર એક વિચારથી


મોડું થઇ ગયું હતું , વિચારોના આવવાથી

બુદ્ધિ કહી રહી હતી, સમય તો આપ એક વિચારથી


ધંધો કે નોકરી મુંઝવી રહ્યું હતું, ધંધાના વિચારથી

નિષ્ફળતા સામે મન ડરી રહ્યું હતું, ફરી નોકરીમાં જ સ્થિર થઇ એ વિચારથી.


મન મારગ બદલાવવા મથી રહ્યું હતું, સ્વતંત્રતાના વિચારથી,

સમાજનો ભય ડરાવી રહ્યું હતું, પાછળ રહી જઇશના વિચારથી


કાન આંખ જોઈ સાંભળી સમજાવી રહ્યું હતું, નિષ્ફળતા પછી સફળતા છે ના જ વિચારથી

મન મજબૂત થઇ રહ્યું હતું, સ્વતંત્રતાના વિચારથી,

ત્યા નહી થાય તો વિચારી રહ્યું હતું, ફરી સ્વતંત્રતાના વિચ્છેદથી


મારગ માતર એક જ સમજાવી રહ્યું હતું, સફળતાના શિખરોથી,

મોડું કઇ નથી રહ્યું, જો આજે જ મથના વિચારથી.


શાંતિથી સફળતા નથી સમજાવી રહ્યું મન હતું, શાંતિના વિચારથી,

રાત દિ દોડી પડ સમજાવી રહ્યું હતું, પરિશ્રમના વિચારથી.


સફળતાના મંચ પર સ્થાન તેને આવી રહ્યું હતું,જેને કદમ માંડ્યા હતા તે સ્થાનના વિચારથી,

બાકી તાલી પડી રહ્યું હતું, સ્થાન નાહિંમતના વિચારથી. 


બાંહેધરી :- આથી હું, રવિ લખતરિયા પ્રજાપતિ ખાતરી આપુ છું કે આ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...