આરો - જયશ્રી પટેલ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 23 સપ્ટેમ્બર, 2023

આરો - જયશ્રી પટેલ


સ્નેહભાવથી ભીંજાયું મન,

હૃદયે વસ્યાં પ્રીતનાં ઝરણાં,


સમણું જોતા બંધ નયનોએ

સ્વીકાર્યો પ્રેમ તણો ભાસ,


જીવ જીવથી ભળ્યાં હૈયાં,

હું ને ભૂલી વીંટળાયાં અમે,


જીવવું છે બસ હવે સ્વ કાજ

વીણી લઈ પ્રેમમાં અસ્તિત્વ જ,


સ્વાર્થ મઢ્યો સર્વેમાં તો શોધું

આમાં સાચું કોણ જે આપણું,


જગત તો જુઠ્ઠાનું માને ત્યાં તો

છે ક્યાં સત્ય આચરનારું કોઈ,


જીવનનાં તાણાંવાણાં પડ્યાં 

નબળા થઈ ઉલટ પલટ પાસું,


માનવી માનવીએ અલગ સોચ,

ત્યાં ક્યાં ગાવું ગાણું સાચનું ?


જીવનભર છે મોહમાયાનાં ભાર

આમાં ક્યાં જઈ સાથે ભરમાવું ?


મન પર રાજ કરે છે ઈન્દ્રિયો ને

ત્યાં અંતરમન ક્યાં ઢંઢોળવું?


દોહ્યલું જીવતર ના સહેવાયું

વીંટળાયાં વેરઝેરનાં ભુજંગો,


ભેગા મળી કરવાં કાર્યો ત્યાં

‘પણ’લઈ માનવતાને શોંભાવીએ.


જાગ્યા ત્યાંથી કરવા ’શ્રી’ ગણેશ,

હરિ વિના ક્યાં છે હવે કોઈ આરો?


*જયશ્રી પટેલ*

  *૨૩/૯/૨૩*


*આ મારી મૌલિક રચના છે* 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...