કલમ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 23 સપ્ટેમ્બર, 2023

કલમ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: કલમ

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


હાથે પકડી છે કલમ

તો યે બંદૂક સાથે રાખી

ચલાવી જાણું છું.


કલમ ના નિશાના જેમ

દુશ્મનો પર્ પણ અચૂક

નિશાન લગાવી જાણું છું.


કાગળ પર કલમ દોડે

  એમ અશ્વોને પૂરપાટ

રણમાં દોડાવી જાણું છું.


કલમ પહોંચે મિત્રો

સુધી એમ દુશ્મનોની

છાવણી એ પહોંચું છું.


કલમ ના ઘા પર મલમ

  લગાડું,પણ દુશ્મનોના

 ઘાવ ને તાજા રાખું છું.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...