શીર્ષક - શ્યામ સમીપે
ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'
હાઈકુ
-------
૧) શ્યામ સમીપે,
લાગણીએ તણાઈ,
રૂપાળી રાધા.
૨) આંખ બંધ તો,
શ્યામ દેખાય બધે,
અંતરમને.
૩) રાધાની સંગે,
રાસ રમંતા શ્યામ,
કેમ ભુલાય ?
૪) વ્રજ મંડળ,
મધ્યમાં કૃષ્ણચંદ્ર,
કેવાં સોહાય !
૫) શ્યામ સંગાથે,
ઘેલી બની ગોપીઓ,
ભાનભૂલંતી.
૬) મુગ્ધ હ્દયમાં ,
બિરાજતાં કહાન,
આનંદ અર્પે.
૭) રાધારમણ ,
નિહાળીઆ તમને,
વારી જવાય.
✍️ ભાવના આચાર્ય દેસાઈ
' ભાવુ'
બાંહેધરી: ઉપરોક્ત મારી મૌલિક રચના છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.