અગ્નિ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 14 સપ્ટેમ્બર, 2023

અગ્નિ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ:- અગ્નિ

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


કોલસાને ઝૂંપડીમાં પ્રજ્વલિત

થતો જોઈ કોઈક ગરીબની જઠરાગ્નિ ઠરશે.


લાકડામાં પશુને બળતા

જોઈ કોઈક એની મિજબાની ઉડાવશે.


દાવાનળ પ્રકટી ઘણા

જંગલોની હરિયાળીને

ઉજાડશે.


અતિ વૃષ્ટિ અને શ્રીકાર

વરસાદ ખેડૂતોના પાકને

ઉજાડશે.


સ્મશાને બળતા લાકડા

કોઈક મા જાણ્યા ભાઈ,

કોઈક કુમળું બાળક,

કોઈકનું સિંદૂર,કોઈકનું ઘર, 

કોઈકનો માડીજાયો 

ઉજાડશે.


કોઈક માલેતુજાર 

ચંદનના કાષ્ઠમાં બળીને

પોતાની સુગંધ ફેલાવશે.


પણ અંતે આ બધું

રાખમાં મળી જશે અને 

કોઈક એની ભભૂતી 

બનાવી કપાળે લગાવી

અલખ નિરંજન ની

ધૂણી પણ ધખાવશે .


જીવનનું આજ સત્ય છે.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...