રચનાનું નામ:- નવનિર્માણ
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ વસુધા
નવનિર્માણ
વિનાશ-નવનિર્માણ એ જગમાં અવિરત ચાલતું.
સંવાદ ને વિખવાદ એ જગમાં નિરંતર સાધતું.
છે પ્રકૃતિ કેરી અકળ લીલા, સમજમાં ના આવતી,
સંયોગ ને વિયોગ એ જગમાં સદાયે ઝાંકતું.
વિધવિધ પ્રયોગોને કરે, કંઇક અહીંયા પામવાં,
ખોવે અને પામેય એ જગમાં ભરેલું ભાસતું.
મંથન કરે ભીતર અને સૌ બાહરી યત્નો વડે,
પણ આશ ને નિરાશ એ જગમાં અનોખું જાપતું.
વિશ્વાસ ને શ્રદ્ધા મળે જોવાં કદી ડગમગ થતી,
કારણ અને મારણ નવલ જગમાં ઘડીભર સ્થાપતું.
વાદળ કદી વરસે કદી કોરાં જતાં જોયાં અમે,
દાહક અને ઠંડક વચાળે જગ બિચારું ચાંપતું.
જીવન મહીં હો મોજ છે બસ એ જ સાચી જિંદગી,
બાકી બધું ચાલ્યાં કરે, જગમાં નિરાળું લાધતું.
દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા
બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.