તું એને જોજે, હવે તારે ભરોસે - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

તું એને જોજે, હવે તારે ભરોસે - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'

રચનાનું નામ: તું એને જોજે, હવે તારે ભરોસે

લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'


સફાઈ આજ ઘરની કરતાં,

સાસુમાની મળી ડાયરી..

હરિવરને લખેલો અધૂરો કાગળ,

વાંચતા અશ્રુ વહેવા લાગ્યા..


વિનંતી કરે એ હરિવરને,

જીવન મારું સમાપ્તિ ને આરે..

દિકરો મારો પાંચ વરસનો,

તું એને જોજે..હવે તારે ભરોસે..


કોડ મને ઘણા ભણાવવાના,

ડોક્ટર બનશે ને કરશે દવા..પણ

આ રોગ હવે જીવ લઈને રહેશે,

તું એને જોજે..હવે તારે ભરોસે..


નથી પપ્પા કે નથી સગાંવહાલા,

કોણ કરશે દરકાર એની..!

જીવ મારો ગભરાય હવે,

તું એને જોજે..હવે તારે ભરોસે..

                         🌹

આગળ શબ્દ ના લખી શક્યા!

શાંત થયો હશે આત્મા એમનો..

સાસુમા બિચારા તડપ્યા હશે,

કોને કહેવાય વાત મનની..!


સામે મોત નાચે! નાનું બાળ રોવે!

કેવી હશે એ ઘડી હરિવર..!

સાસુમાને મેં જોયા નથી,

પણ, પ્રીતનો એ દરિયો..

ચરણસ્પર્શ કરું સાસુમાને..


✍🏼શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

'મૌની' વડોદરા


બાંહેધરી:ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...