દીકરી - દેવીબેન વ્યાસ વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023

દીકરી - દેવીબેન વ્યાસ વસુધા


દીકરી દિવસની શુભકામનાઓ સહ


રચનાનું નામ - દીકરી

લેખકનું નામ- દેવીબેન વ્યાસ વસુધા

. ➖➖➖➖➖➖➖➖➖➖


સાહ્યબી દોમદોમ છે, દીકરી અવતરે ઘરે.

આ જગતનું એ જોમ છે, દીકરી અવતરે ઘરે.


આંખનું નૂર લાગતી,તેજવંતી, લજામણી,

લાગણી રોમ રોમ છે,દીકરી અવતરે ઘરે.


ઝાંઝરી ખનખને મધુર, મીઠડો રવ ઉઠે ઉરે,

પૂર્ણતમ અષ્ટ નોમ છે,દીકરી અવતરે ઘરે.


ચંદ્રની શીત ચાંદની,સૂર્ય સમ તેજધાર એ,

પુણ્યદા વેદ હોમ છે,દીકરી અવતરે ઘરે.


સંપદા એ મહત, બને જિંદગી પણ હરીભરી,

ઘોષ બ્રહ્માંડ ઓમ છે,દીકરી અવતરે ઘરે.


આ જગત ચાલતું રહે,શક્તિના સ્રોતથી સતત,

ઠારતું ઓજ સોમ છે, દીકરી અવતરે ઘરે.


પ્રાસ એ જિંદગી તણાં અર્થનો છે ખરેખરો,

એ જ અનુપમ વિલોમ છે,દીકરી અવતરે ઘરે.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...