રચના: કવિનું બારણું
બારણું ખાલી આ
અમથું જ ટેકવેલુ છે, માટે
'લખ્યું નથી' અંદર કોઇએ આવવું નહીં.
આમ તો આવે કવિઓ
મહેફિલ સજાવવા, માટે
'લખ્યું નથી ' અંદર કોઈએ
આવવું નહી.
ઘણા ગઝલકાર પણ મળી
રહેશે,આવશે જામ સાથે, માટે
'લખ્યું નથી ' અંદર કોઈએ
આવવું નહી.
દુશ્મનો ભલે આવો, કવિતા
સજાવજો હથિયારની. માટે
'લખ્યું નથી ' અંદર કોઈએ
આવવું નહી.
કૂતરાને નથી સાંકળ
એટલે ભસસે તો નહી,
પણ ડૉરબેલ માં કવિતા
ભસે તો ડરવું નહી.
આ તો છે શ્યામનું બારણું
ને શ્યામનું આમંત્રણ, માટે
'લખ્યું નથી ' અંદર કોઈએ
આવવું નહી.
બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.