એક વાત, અંદાઝ અલગ - ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 24 સપ્ટેમ્બર, 2023

એક વાત, અંદાઝ અલગ - ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'

એક વાત, અંદાઝ અલગ

ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'

------------------------------


મુક્ત પંચિકા


એક જ વાક્ય

દ્વારા સધાતો,

સંવાદ સંબંધને

રાખે મધુર,

સદા જીવંત.


૨) મૌન સંવાદ

    સદા મંજૂર,

   સાથ ઉભય પક્ષે

   સદા નિખરે,

   એ જ મનસા.


હાઈકુ

-------

૧) એક સંવાદ

    ફક્ત છે સંબંધની

    જરૂરિયાત.


૨) એક સંવાદ

     જરૂરી હરિયાળા,

     સંબંધ માટે.


૩) મૌન સંવાદ

      સાથ અંતરબળ,

      સાધે ઊંડાણે.


૪) અપેક્ષા વિના

    સ્નેહ સરિતા વહે,

   ઋણાનુબંધ.


✍️ ભાવના આચાર્ય દેસાઈ

                ' ભાવુ '

     બાંહેધરી: ઉપરોક્ત રચના મારી સ્વરચિત છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...