ફટાફટ - વ્યાસ વાણી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 24 સપ્ટેમ્બર, 2023

ફટાફટ - વ્યાસ વાણી

કવિતા 

ફટાફટ તો થતી નથી પણ 

અચાનક 

જરૂર થઇ જાય છે. 

આજે કવિતાની કરીએ કવિતા. 


સમજાય કે ફટાફટ ના થાય છે કવિતા,

ને તે છતાં અચાનક થઇ જાય છે કવિતા.


જ્યાં કોરો હોય કાગળ ને શ્યામ વર્ણ શાહી,

ત્યાં આવતાં કદી ના અટવાય છે કવિતા.


સામે કિનારે બેસી લલચાવતી ઘણાંને,

ના એમ કોઇનાથી લલચાય છે કવિતા.


લઇ જાય મૂળમાં ને આવે ય મૂળમાંથી,

ઓછા જણાને મૂળથી વરતાય છે કવિતા.


ગેબી અવાજ આવે ત્યારે જ સંભળાતી,

બેસીને કોઇ ભીતરથી ગાય છે કવિતા.


સમજાવવા ભલેને દુનિયાને હું મથું પણ, 

પૂરી મને ન કોઇ સમજાય છે કવિતા. 


કવિયો ઘણાં થયા છે એની ખુશીને બદલે, 

શા કારણે મનોમન દુભાય છે કવિતા? 


શબ્દાવલી ભલેને કક્કાની હોય તો પણ!

બાવન બહાર દ્વારા સર્જાય છે કવિતા.


- વ્યાસ વાણી

બાંહેધરી:- આથી હું ભદ્રેશ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...