પૂજા - મીનાક્ષી ત્રિવેદી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2023

પૂજા - મીનાક્ષી ત્રિવેદી

રચનાનું નામ: પૂજા

લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા


શિવજી તારે દ્વાર આવી,

પૂજા તારી કરવા..

બીલીપત્ર સાથે સાથે,

લાવી કરણનાં ફૂલ..


જલાભિષેક કરવાને,

શુદ્ધ જલ અને દૂધ લાવી..

ॐ નમ:શિવાયના નાદ સાથે,

જલાભિષેક કરતી ભાવે..


નયન મારાં બંધ હતા..

ચમત્કાર મેં જોયો!

મારી બંધ આંખે,

પ્રગટ સ્વરુપે શિવ દેખાયા..


અર્ધ ચંદ્ર શિરે સોહાય

ત્રિપુંડ જોયું ભાલે નિલકંઠના..

જોયા સર્પ ગળે વીંટયાયેલ,

શિવજીના ગળાની માળા બની..


ભોળા શિવજી કહે બોલ!

શું જોઈએ તારે..!

વિચાર મને મનમાં આવે!

આ કલ્પના કે હકીકત ?


બોલી ના શકી હું એક શબ્દ,

પતિ મારા ચાલી નથી શકતા!

અશ્રુધારા વહાવે નયન..

ભોળા શિવજીને જોતાં

ભાગ્યા મનના ભ્રમ..


ખબર નથી ઘરે પહોંચી ક્યારે!

પણ, અપંગ પતિ ને જોયા ચાલતા,

પૂજા મારી ફળી

કૃપા શિવજીની જોઈ..


✍🏼શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

મૌની' વડોદરા


બાંહેધરી:ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...