ભદ્રેશમાંથી - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2023

ભદ્રેશમાંથી - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

કવિતાનું નામ - ભદ્રેશમાંથી

કવિનું નામ - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"


થઇ શકું ભદિયો ફરી ભદ્રેશમાંથી, 

તો પછી નીકળી શકાશે દ્વેષમાંથી.


એનું ભણતર ના કદી પૂરૂ થવાનું, 

ભાગી જાતા જેટલા રિસેસમાંથી. 


એવા સંદેશા નહીં કંઇ કામ આવે, 

મૂક્ત જે કરતા નથી અંદેશમાંથી. 


ગાલ પરથી મેં નથી ભૂસાવા દીધું, 

મા જે કરતી કાળું ટપકું મેશમાંથી. 


મારી તુલના કોઇની સાથે ન કરશો, 

થઇ શકું છું હું ઊભો અવશેષમાંથી. 


પાત્ર પૂરતા ન્યાયથી ભજવી જનારા, 

થઇ જવાના મૂક્ત માનવ વેશમાંથી. 


ભદ્રેશ વ્યાસ"વ્યાસવાણી"


આથી હું ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" બાહેધરી આપું છું કે આ રચના મારી પોતાની મૌલિક રચના છે. 

જો એ કોઇની નકલ પૂરવાર થશે તો કાનુની પગલા ભરવાનો આપનો અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...