સમણું બંધ આંખે - ડૉ. ઉષા જાદવ "શ્યામા" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 4 સપ્ટેમ્બર, 2023

સમણું બંધ આંખે - ડૉ. ઉષા જાદવ "શ્યામા"

નામ: ડૉ. ઉષા જાદવ "શ્યામા"

શીર્ષક: સમણું બંધ આંખે

------------------------


ફૂલ પહરીને આવે એક સમણું બંધ આંખે,

તારલાની ચાદર ઓઢાડે સમણું બંધ આંખે.


બરફના સ્તંભ સમુ ઓગળી જશે હમણાં, 

દરિયા સમુ હાથ લાગ્યું ઝરણું બંધ આંખે.


અરીસો ફોડીને જોઉં મૌન છંછેડ્યા વગર,

ફરીથી જોડવા બેસું બમણું બંધ આંખે.


ક્ષણોનો  સરવાળો એમાં વરસોની વાટ,

પ્રતિબિંબ આછું પડ્યું નમણું બંધ આંખે.


વર્ણન કરવા બેસુ વારસોનાં વરસ લાગે,

પાંપણ ઊંચકી જોઉં  સમણું બંધ આંખે.


ડૉ. ઉષા જાદવ "શ્યામા" 


બાંહેધરી:- આથી હું ડૉ. ઉષા જાદવ "શ્યામા" ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...