Pages

રવિવાર, 3 સપ્ટેમ્બર, 2023

સગપણ વિનાનું સગપણ - ઘનશ્યામ વ્યાસ"શ્યામ"

રચનાનું નામ:- સગપણ વિનાનું સગપણ

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ"શ્યામ"

 


સગપણ વિનાનું સગપણ

કહેવાય લીવ ઈન રિલેશન. 


તારું શું થશે, મારું શું થશે

જો રહીશું સાથે લગ્ન વગર ?


માન્યું, મળ્યો બંને ને આશરો 

અને સાથે રહેવા મળ્યું ઘર.


જોને કેવો મારે છે રુઆબ !

જાણે હોય બાપાનું જ ઘર.


પડોશીઓ રોજ નાખે નજર  

અમથા અમથા પૂછે ખબર.


હવે સાથે જતા લાગે છે ડર 

ચોકીદાર જુએ છે ટગર ટગર.


ફેલાય આસપાસ કેવો ડર 

જ્યારે મધરાતે આવે ઘર.


અડધી ચડ્ડી ને ટૂંકું ટી શર્ટ

કાબર ચિતરા દેખાય પગ. 


એક પલંગમાં બંને જણ 

લગ્ન વગર કેવું સગપણ !


નહીં કરાવતો આવી ભૂલ

 થાય અમારા  ડબ્બા ગૂલ.



બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.