રચનાનું નામ:- તમને જોઈને
લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ "શ્યામ"
તમને જોઈ ને એક
ચહેરો સદા ને માટે
અંકિત થઈ જાય છે
મારા દિલ ના ખૂણામાં.
ન સુરમો ન કાજલ
આંખો માં બસ પ્રેમ,
ન અંજન ન લાલી
તો લાગો કેવા વ્હાલા ?
છો તમો એકદમ નિરાળા
તમારી દુનિયા સાવ અનોખી,
નથી દુનિયા તમારી માટે
તમે છો ખાસ કોઈને માટે
નજાકત અને નમણાશ
સાથે નખશિખ સુંદરતા
દિલ માં કુમાશ સાથે
સદાય દિલમાં વસેલા.
ભગવાને ફુરસદના સમયે ખાસ પ્રસંગ માટે ઘડેલા.
આ ખાસ પ્રસંગ અને
તમારી સાથે મિલાપ,
ક્યારે થશે ? ઇંતેજારી
ક્યારે ખતમ થશે ?
ક્યારે થશે
મિલાપ સદા ને માટે ?
આ જન્મે કે આવતે ?
ઘણા બધા સવાલો છે
પણ છે ક્યાં જવાબ ,
આપણા બંને પાસે?
બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.