રચનાનું નામ:- ઉપવાસ
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ વસુધા
કૃષ્ણની નજદીક બેસું બેઘડી, ઉપવાસ છે.
કૃષ્ણ ઘન તો હું બનું જો વીજળી, ઉપવાસ છે.
કૃષ્ણ લીલામાં મગન થઇ, જાત ઓગાળી શકું,
કૃષ્ણ રસમાં પીરસું જો મિસરી, ઉપવાસ છે.
એક મન થઇને વચન અર્પી શકું શ્રીકૃષ્ણને,
મમ હ્રદય હો એમની બસ પાલખી, ઉપવાસ છે.
ભાવના વાઘા બનાવું, સ્નેહની કિનાર હો,
અવનવા રંગે સજાવું આરતી, ઉપવાસ છે.
કૃષ્ણની મીરા બનીને, લાડ દિલથી રોજ હો,
સાંભળે મન અસ્ખલિત જો વાંસળી, ઉપવાસ છે.
તોર મારો કૃષ્ણ નામે, કૃષ્ણ નામે જિંદગી,
શિર ઉપર હો કૃષ્ણ નામે પામરી, ઉપવાસ છે.
કુંજ વનમાં હાંક મારું, શ્યામ કેરા નામની,
હોય ઝાંખી વૃક્ષ વેલે પાધરી, ઉપવાસ છે.
દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા
બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.