ચિંતનની ક્ષણે - આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે. - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 9 સપ્ટેમ્બર, 2023

ચિંતનની ક્ષણે - આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે.

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે.


હે મહાદેવ.

         આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ એક માનવ બીજા માનવ સાથે સંવેદનાના તાર થી જોડાય, એને માનવતા કહેવામાં આવે છે. સમાજમાં ત્રણ પ્રકારના મનુષ્ય વસે છે, અને માનવતા ઓછા-વત્તા અંશે હોવાનું કારણ પણ પ્રકારો જ છે. એક સ્વભાવ વશ જીવે છે, બીજા પ્રભાવ વશ જીવે છે, અને ત્રીજા કુભાવ વશ જીવે છે. 

     સ્વભાવ વશ જીવનારો મનુષ્ય સારો જ હોય તેવું નથી, એટલે કે કોઈ લોભી હોય, કોઈ ઈર્ષાળુ હોય, કોઈ ક્રોધી હોય, કોઈ દાની હોય, કોઈ પ્રેમાળ હોય, તો કોઈ કૃપણ પણ હોય.  પ્રભાવ વશ જીવનારો મનુષ્ય કોઈ અન્યના જીવનથી પ્રભાવિત થઈ જીવે છે, દાખલા તરીકે એક્ટર કે સેલીબ્રીટીના પ્રભાવમાં આવીને તેનું અનુસરણ કરી જીવે છે.તેના જેવા પોષાક બોલી અને દેખાવનું જાણે ભૂત સવાર થયું હોય તેમ જીવે છે. કુભાવ વશ જીવનારો મનુષ્ય કોઈનું સારું જોઈ શકતો નથી, અને તેની ઈર્ષા નીંદાના ભાવ માંજ જીવન વીતાવે છે. કીભાવ એ વિષ સમાન છે અને કલ્યાણ કરવા વાળા માટે એને શંકરની જેમ પીવું પડે છે. 


    ‌ આ મૂળ ભાવને અનુલક્ષીને માનવતાનું ધોરણ નક્કી થતું હોય છે કોઈ સાચે સાચ માનવતા બતાવે છે તો કોઈ  આ ક્ષેત્રમાં પણ દંભ કરે છે. બસ આમજ ક્યાંક જીવન મુલ્યોનું ધોવાણ થતું દેખાય છે, તો ક્યાંક નરસિંહ જેવા કોઈ મનીષનો પીડ પરાઈ એટલે કે પરોપકારમાં જીવન વિતાવતા હોય છે અને સંસાર આમ જ આવા ત્રણ પ્રકારના મનુષ્યોથી હંમેશા કોઇને કોઇ રીતે ગતિ કરે છે સારા માણસોના સંસર્ગમાં રહીએ તો જીવન ઉર્ધ્વ ગતિ કરે, ખરાબના સંસર્ગમાં રહીએ તો અધોગતિ અને મધ્યસ્થી હોય તો નિજ પરિવારના કુંડાળામાં મસ્ત રહે છે, એટલે કે પોતાના વિષય ભોગમાં ડૂબેલો રહે.


 ચંદ્ર કલાની જેમ શ્રાવણની ભક્તિ દિવસે દિવસે વધતી ગઈ અને ઉત્તરાર્ધમાં હવે શ્રાવણ થશે એ વિચારી અને હવે ક્યાંક ભક્તિ ઉભરા ઠરી પણ ન જાય એ ડર પણ લાગી રહ્યો છે. અજવાળાના દિવસો સમાપ્ત થતાં હવે કાળરૂપી અંધારાથી હતાશા ઘેરી શકે છે. પરંતુ એટલે જ શ્રાવણ ઉત્તરાર્ધમાં કૃષ્ણ જન્મ થાય એટલે  વળી લોકલાગણીના ઉત્સાહ ઉમંગમાં વધારો કર્યો છે. નાગ પંચમી શીતળા સાતમ અને જન્માષ્ટમી તહેવારોની હારમાળા. જન્માષ્ટમી એટલે લોકમાનસમાં પ્રેમ તત્વ રૂપે હિલોળા લેતો કૃષ્ણ કાનુડાનો જન્મ, દ્વાપરનો એ કૃષ્ણ નંદ જશોદાનો દુલારો, અર્જુનનો સારથિ, સુભદ્રાના વીર, રાધિકાનો પ્રિયતમ ગોપીનો સ્નેહાળ સાથી એ કામણગારો ક્રિષ્ના જન્માષ્ટમીને દિવસે જન્મ થયો, પણ ત્રિગુણાતીત એટલે કે ત્રણેય પ્રકારના ગુણોથી અલિપ્ત રહેનાર એ શિવ શંકરનાં ભક્તિ પ્રવાહમાં સ્નાન કરીએ.તો પુષ્પદંત રચિત શિવ મહિમ્ન સ્તોત્રના શ્લોક અને તેનો આગળ ભાવાર્થ...


**શિવ મહિમ્ન સ્તોત્ર**.


યદ દ્વિં સુત્રામણો વરદ ! પરમોચ્ચેરપિ સતી

મધશ્ચકે બાણ: પરિજનવિધેયત્રિભુવન: |

ન તિચ્ચિત્રં તસ્મિન્વરિવસિતરિ ત્વચ્વરણયોનં

કસ્યાં ઉન્નત્મૈ ભવતિ શિરસ્ત્વન્યવનતિ || 13 ||


અર્થ : હે વરદાતા પ્રભુ ! ઈન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણે ભુવનોને દાસત્વપણે વરતાવનારો બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે તે આપણાં ચરણની પૂજા કરનારો હતો, જે જનો આપને વંદે છે, તેઓને ફળની પ્રાપ્તિ થાય છે એ પ્રત્યક્ષ છે.

અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિતદેવાસુરકૃપા -

વિધેયયસ્યાસીધસ્ત્રિમયન ! વિષં સંહૃસવત: |

સ કલ્માષ: કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો

વિકારોડપિશ્લાધ્યો ભુવનમયભગડ યસનિન: || 14 ||


અર્થ : હે ત્રિનયન ! આપે કૃષ્ણ પડુંર વર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે. કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા. તેમજ દેવ તથા અસુરોના કલેશના સારું આપે કૃપા કરીને વિષનું પાન કર્યું તો પ્રભુ ! સંસારીજનોનાં દુ:ખ દૂર કરવાનું આપને વ્યસન જ છે.


અસિદ્ધાર્થા નૈવ કચિદપિ સદેવાસુરનરે

નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા:

સ પશ્યન્નીશ ! ત્વામિતરસુધારણમભૂત

સ્મર: સ્મર્તવ્યાત્માન હિ વિશિષુ પથ્ય: પરિભવ: || 15 ||


અર્થ : હે ઈશ ! કામદેવનું બાણ ભાલા રહિત છે. તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરલોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે. આપની સાથે પણ કામદેવ બીજા ઈન્દ્રાદિદેવોની પેઠે વર્તવા લાગ્યો છે, તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રાખ્યું. એ કનિષ્ટ થયો એનું કારણ માત્ર જિતેન્દ્રિય પુરુષોને ભય પમાડવાનું છે. એ સુખનો હેતુ નથી, કારણકે ઈશ્વરનો અનાદર એ વિનાશકારક છે.



મહી પાદાતાદ વ્રજતિ સહસા સંશયપદં

પદં વિષ્ણોર્ભ્રામ્યદ ભુજપરિઘરૂગ્ણગ્રહણમ્ |

મુહુધૌ દૌસ્થ્યં યાત્યનિભૃતિજટાનાડિતતટા

જગદ્રક્ષાયૈત્વં નટસિ નનું વામય વિભુતા || 16 ||


અર્થ : હે ભગવાન ! આપે જગતનાં રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે, પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું. તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે ભુજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુલોક, તારા, નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભયસ્વર્ગદ્વાર વ્યથા પામ્યાં. તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસુ તાડિત થયું. આપનું એ ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે, તો પણ તે જગતની રક્ષા માટે જ છે.




        હમણાં જ નાગ પંચમી ગઈ, શંકરનું તો તે પ્રિય આભૂષણ રહ્યું છે, માટે નાગ વિશે થોડી માહિતી અહીં રજૂ કરી છે


નાગના પ્રકાર


    • આમ તો પૃથ્વી પર નાગની સંખ્યાબંધ પ્રજાતિ છે પરંતુ પૌરાણિક માન્યતા અનુસાર નાગના બે મુખ્ય પ્રકાર ભૌમ અને દિવ્ય છે. તેમાં વાસુકી અને તક્ષકની પણ ગણતરી થાય છે.


    • આ ઉપરાંત 8 પ્રજાતિને નાગના દેવ, એટલે તમામ નાગમાં તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં વાસુકી, તક્ષક, શંખ, અનંત, પદ્મ, મહાપદ્મ, કુલીર અને કર્કટ શામેલ છે,


    • આ આઠ પ્રજાતિને વર્ણ અનુસાર પણ વિભાજિત કરવામાં આવી છે. તેમાં અનંત અને કુલિક બ્રાહ્મણ, વાસુકી અને શંખપાલ ક્ષત્રિય, તક્ષક અને મહાપદ્મ વૈશ્ય તેમજ પદ્મ અને કર્કટ શુક્ર હોવાનું માનવામાં આવે છે.


    સાપ એક એવું જીવ છે જેને જોઈને ડર પણ લાગે છે અને મનમાં જિજ્ઞાશા પણ થાય છે કે આખરે આની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે. સાપની ઉત્પત્તિ પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા છે. મહાભારતમાં આ કથાનો ઉલ્લેખ મળે છે. કથા મુજબ મહર્ષિ કશ્યપે રાજા દક્ષ પ્રજાપતિની 17 પુત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ આ બધીમાંથી મહર્ષિને કદ્રૂ અને વિનતા સૌથી વધુ પસંદ હતી. એક વખત મહર્ષિએ બંનેને વરદાન માંગવા કહ્યું. આગળની સ્લાઈડમાં જાણો કે કદ્રૂ અને વિનતાએ શું માગ્યું અને સાપોની ઉત્પત્તિ કેવી રીતે થઈ…


       કદ્રૂએ કહ્યું, ‘મહર્ષિ હું એક હજાર પરાક્રમી અને શક્તિશાળી પુત્રોની મા બનવા માગું છું’ જ્યારે વિનતાને આ વાત જાણવા મળી તો તેણે વરદાન માંગ્યું કે, ‘સ્વામી મને તો એક જ પુત્ર જોઈએ, પણ તે એટલો શક્તિશાળી હોવો જોઈએ કે કદ્રૂના તમામ પુત્રોનો નાશ કરી શકે.’ મહર્ષિએ બંને પત્નીઓને એમની ઈચ્છા મુજબ વરદાન આપી દીધાં. જેના ફળસ્વરૂપ કદ્રૂએ એક હજાર ઈંડા આપ્યા અને વિનતાએ ગરુડને જન્મ આપ્યો. કદ્રૂના ઈંડામાંથી સાપ નીકળ્યા અને આ રીતે સર્પવંશની ઉત્પત્તિ થઈ.


    કદ્રૂના પુત્રોમાં શેષનાગ સૌથી વધુ તાકાતવર હતો. પરંતુ એણે પોતાની મા કદ્રૂ અને પોતાના ભાઈઓનો સાથ છોડી દીધો. શેષનાગે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી. બ્રહ્માજીએ પ્રસન્ન થઈને એને એક વરદાન માંગવા કહ્યું તો શેષનાગે કહ્યું કે પ્રભુ મારી બુદ્ધિ ધર્મ અને તપસ્યામાં જ બની રહે, બસ મારે આ જ જોઈએ છે. ત્યારે બ્રહ્માજીએ શેષનાગને સંપૂર્ણ ધરતીને પોતાના ફણ પર ધારણ કરવા કહ્યું. ત્યારથી જ માનવામાં આવે છે કે આ ધરતી શેષનાગના ફણ પર ટકી છે.


     તક્ષકને પાતાળમાં નિવાસ કરતા 8 નાગમાંથી એક માનવામાં આવે છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે શ્રૃંગી ઋષિના શ્રાપના કારણે તક્ષકે રાજા પરીક્ષિતને દંસ માર્યો હતો, જેનાથી એનું મૃત્યુ થયું હતું. પરીક્ષિતના પુત્ર જનમેજયે બદલો લેવા માટે સર્પ મેઘ યજ્ઞ કર્યો તો તક્ષક ડરીને ઈન્દ્રના શરણોમાં ચાલ્યો ગયો હતો.


   કાળિયા નાગ વિશે તો તમે બધા જાણતા જ હશો. યમુના નદીમાં પોતાની પત્નીઓ સાથે વાસ કરતા કાળિયા નાગને યુદ્ધમાં હરાવી ભગવાન કૃષ્ણએ એમના ફણ પર નૃત્ય કર્યું હતું. કાળિયા નાગની વિનંતી પર ભગવાન કૃષ્ણએ એને ક્ષમા આપી બીજે સ્થળે વસવા માટે કહ્યું હતું.


       પૃથ્વીલોક જેમ જ પાતાળલોક પણ અસ્તિત્વમાં હતો, અને ત્યારે ત્યાં નાગ નું અનુશાસન હતું, એટલે કે નાગ એક એવી પ્રજાતિ છે જે ઇચ્છે ત્યારે મનુષ્ય શરીર પણ ધારણ કરી શકે. આપણે ત્યાં વેદ પુરાણ અને શાસ્ત્રોમાં નાગનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે અને તેના વર્ણનો પણ પુષ્કળ મળે છે જેની માહિતી આપણે ઉપર જોયું અને આપણે ત્યાં નાગમે એક દેવ તરીકે પણ પૂછવામાં આવે છે જેથી આપણે નાગ પંચમી જેવો તહેવાર પણ ઉજવીએ છીએ. તો આ છે શિવજીના આભૂષણ તરીકે આપણે જેને નિત્ય દર્શન કરીએ છીએ કે આપણી આ ધરતી હૈ જેના પર ટકી રહી છે તેના પૂર્વજોનો અથવા તેનો ઇતિહાસ.


      નાગ એટલે કે સર્પ પણ આજે પોતાના ડંશ ભૂલતા જાય છે, એટલે કે વગર કારણે તો આમ  પણ તે કોઈને હેરાન ન કરનારું પ્રાણી છે. તો મનુષ્ય તેનો આ સ્વભાવ ગ્રહણ કરી, અને શ્રાવણે શિવ શંકરનો મહિમા, આ નાગ લોકના સૌથી શક્તિશાળી નાગ એટલે કે શેષનાગની જેમ કરી, અને ઈશ્વરને પ્રસન્ન કરે એવી એક અનન્ય પ્રાર્થના સાથે, હું મારા શબ્દોને અહીં જ વિરમું છું. તો સૌને મારા નેહવાલ અને જય સીયારામ.


        લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)



   બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો



    

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...