સરખામણી - પ્રીતિ પટેલ "સ્નેહ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 1 ઑક્ટોબર, 2023

સરખામણી - પ્રીતિ પટેલ "સ્નેહ"

રચનાનું નામ = સરખામણી

લેખકનું નામ = પ્રીતિ પટેલ "સ્નેહ"


સરખામણી ક્યાં કદી કોઈ સાથે શક્ય છે?

જેને જે મળ્યું એ નસીબની બલિહારી છે !


સરખામણીથી ઈર્ષા જન્મે શાંતિ શક્ય છે?

જીવનમાં મનની શુધ્ધતા એ ઈમાનદારી છે !


સરખામણી કરી લકીરો બદલવી શક્ય છે?

વાળો ગાંઠ! મનનો સંતોષ એ વાત ન્યારી છે!


સરખામણી માણસાઈ સાથે કરવી શક્ય છે ?

ભિન્ન વ્યકિતત્વ છતાં એ ખુદમાં અલગારી છે!


અહંમે ઈશ સાથે બાથ ભીડવી ક્યાં શક્ય છે?

કોઈ જીવની સરખામણી ઈશને ક્યાં પ્યારી છે!


         પ્રીતિ પટેલ "સ્નેહ"  (અમદાવાદ)


બાંહેધરી = આથી હું પ્રીતિ પટેલ "સ્નેહ" આપને ખાત્રી આપું છું કે આ રચના મારું મૌલિક સર્જન છે.. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં લેવાંનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...