ભૂલી જવામાં મજા છે - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 30 જુલાઈ, 2023

ભૂલી જવામાં મજા છે - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


માન ભૂલી જા, અપમાન ભૂલી જા,

કડવા ઘૂંટડાને એમ જ તું પી જા,


કોણે કરી નિંદા કે કોણે 

 ઉડાડી હાંસી,

પાછળ જોવાનું હવે તું સાવ જ ભૂલી જા,


મિત્રો છે એટલે કાદવ તો ઉછાળશે,  

વસ્ત્રો ધોઈ નાખી બધું તું ભૂલી જા.


 ગમે છે જે તને એની જ તું શોધ કર,

ન મળે તો એને 

ભૂલવા ની કોશિશ કર.


  લખે છે તું એને નહી મળે ઈર્શાદ 

નિજાનંદ માટે લખ 

 અને ભૂલી જા.


અહિયાં આવ્યા ગયા

નો રાખે છે કોણ હિસાબ!

કોઇ તને યાદ રાખશે એ પણ ભૂલી જા.

- ઘનશ્યામ વ્યાસ.

"શ્યામ"

બાંહેધરી :- આથી હું,  'ઘનશ્યામ vyas' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો

અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...