કાયમ - દેવીબેન વ્યાસ વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 27 ઑગસ્ટ, 2023

કાયમ - દેવીબેન વ્યાસ વસુધા


રચનાનું નામ - કાયમ

લેખકનું નામ- દેવીબેન વ્યાસ વસુધા


સંબંધ ભરોસાનો બાંધ્યો કાયમ.

એમ અમે ખાલીપો કાઢ્યો કાયમ.


સાથે સાથે સપના સોન પરોવી,

ખોવાઈ યાદોમાં વાવ્યો કાયમ.


સાગરના એ અગાધ જળે જઇ ડૂબ્યાં,

મોતી મોંઘા વીણી લાવ્યો કાયમ.


કપરા શિખર ચઢતાં જાતાં ઉંચા,

નામ તમારું લઇને જાપ્યો કાયમ.


એકલ પંથી રસ્તો કાપી આગળ,

વાટ તમારી પકડી ચાલ્યો કાયમ.


આશા ને ઈચ્છાની વચ્ચે રાખી,

શ્રદ્ધા પૂર્વક હરદમ ધાર્યો કાયમ.


રાધા ને મીરાની માફક મોહન,

જીવનના સંગ્રામે સ્થાપ્યો કાયમ.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...