શીર્ષક: ખલકમાં અલખ...
------------------------
અચાનક હૃદય બસ હરખતું રહે છે.
શબદ થઈ કવનમાં રણકતું રહે છે.
સદા ગુંજતું નામ શ્વાસો મહીં તો,
અલખ યાદમાં દિલ ધબકતું રહે છે.
લગાવી લગન આજ હરિવર સમીપે,
બની મન તો મીરાં મલકતું રહે છે.
અનાયાસ મીંચી જરા આંખ ત્યાં તો,
અરે ! કોણ મુજમાં ઝબકતું રહે છે.
અકળ આ કરામત ખરી છે ખુદાની,
ખલકમાં અલખ નૂર છલકતું રહે છે.
~દિલીપ ધોળકિયા,"શ્યામ"
જૂનાગઢ.
આથી હું દિલીપ ધોળકિયા, "શ્યામ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.