વાંસળીના બોલ - દેવીબેન વ્યાસ વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 14 સપ્ટેમ્બર, 2023

વાંસળીના બોલ - દેવીબેન વ્યાસ વસુધા


રચનાનું નામ:- વાંસળીના બોલ

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖➖

વાંસળીના મધુરા બોલ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦


આવ કાન્હા આવ ગોકુળ, વાર ના અમથી કરો.

લે હવે અવતાર જગમાં, શ્યામ ના ઘેલી કરો.


વાંસળીના એ મધુરા બોલ ગૂંજે કાનમાં,

છે હ્રદય અદકું અધીરું, શબ્દની આંગી કરો.


સૂનું આજે લાગતું, થંભે ચરણ કરતાં સ્મરણ,

હાથમાં લે લાકડી, ગાયો તણી ઝાંખી કરો.


કંસ ના; કંસો હવે ઉજળાં ધરીને વેશમાં,

ધ્વંસ કરવાં આજ તો લીલા ફરી તાતી કરો.


શાસ્ત્ર વદતાં શ્યામ કણકણમાં સમાયો તું જ છે,

તે છતાં પ્રત્યક્ષ આવી, આંખડી ટાઢી કરો.


પૂતનાના ઝેરને શોષી કર્યો'તો મોક્ષ તો,

એ જ આજે ઝેર ફેલાયું, હવે શાંતિ કરો.


જે વચન ગીતા મહીં દીધું કે અવતરીશ,

એ વચનની પૂર્તિ કરવાંને સમય રાજી કરો.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

‘ઇ’થી ઇશ્વર અને ‘ઇ’થી ઇકોનોમી

             એક ક્ષણ માટે કલ્પના કરો કે જો અયોધ્યામાં રામ ન હોત, વારાણસીમાં વિશ્વનાથ ન હોત, તિરુપતિમાં બાલાજી, શિરડીમાં સાંઈબાબા, પુરીમાં જગ...