બા, એકાક્ષરી શબ્દ છતાં તમામ શબ્દો એનું વર્ણન કરવામાં પાછા પડે.
બા તે બા. બસ,પૂર્ણવિરામ.
શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે માતૃદિન.
બાનો પ્રેમ,માની મમતા યાદ કરવાનો અને નમસ્કાર કરવાનો દિવસ. પણ આપણે બીજાનું અપનાવવામાં આપણું ભૂલી બેઠા!
કવિતાનું નામ - યાદ આવે
કવિનું નામ - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"
યાદ આવે
શું હતી જાહોજલાલી યાદ આવે,
વારે વારે બાની વાલી યાદ આવે.
ત્યારે તો સઘળું મળ્યાનો છે અનુભવ,
હાથ ફરતો ખાલી ખાલી,યાદ આવે.
પ્હેરતો કપડા નવા હું એ વખતની,
જીર્ણ સાડીની ખુશાલી યાદ આવે.
પાસ થઇને આવતો જ્યારે ઘરે હું,
એ ઉછળતી દેતી તાલી યાદ આવે.
જો પડું ,વાગે કશું તો બંધ તૂટે,
ને નદી તો જાય હાલી, યાદ આવે.
રાખતી ગજવું ભર્યુ મારું હમેશાં,
પણ હતી બા સાવ ઠાલી યાદ આવે.
ના નથી નોવેલમાં, ના કોઇ પાસે,
વાત બાની કાલી કાલી યાદ આવે.
ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"
આથી હું ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" બાહેધરી આપું છું કે આ રચના મારી પોતાની મૌલિક રચના છે.
જો એ કોઇની નકલ પૂરવાર થશે તો કાનુની પગલા ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.