મમતા - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 13 સપ્ટેમ્બર, 2023

મમતા - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

ફ્રેન્ડશીપ ડે,વેલેન્ટાઇન ડે

આપણને યાદ છે પણ માતૃદિન યાદ છે? શ્રાવણ માસનો છેલ્લો દિવસ માતૃદિન તરીકે આપણી સંસ્કૃતિએ પૂજ્યો છે. બાને યાદ કરવાનો,નમસ્કાર કરવાનો દિવસ. 

આપણે બે દિવસ અગાઉ યાદ કરીએ. 


કવિતાનું નામ - મમતા

કવિનું નામ - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

     

મમતા


મમતાના ખોળે બેસી પીધી છતાં અધૂરી,

કાયમ મને તો લાગી મમતા બહુ મધુરી.


બસ હાથ ફેરવીને હળવો કરી જ દેતી,

હરખાતી માની આંખો દુઃખ પાપણે ઢબૂરી.


કપડાની જોડ લાવે એમાં મને સજાવે,

પણ સાડલે ચમક તો ક્યારેય ના જ સ્ફૂરી.


ઘર કર્મ ભૂમી એની ઘર માનું જાતરા ધામ,

તો પણ ઘણીય ઈચ્છા ઘરથી થઈ ન પૂરી.


હું દેવ ઘરમાં જઇને માને નમન કરું છું,

ભગવાનથી મને તો બહુ લાગતી ન દૂરી.


કવિનું નામ - ભદ્રેશવ્યાસ"વ્યાસ વાણી"


આથી હું ભદ્રેશ વ્યાસ વ્યાસ વાણી બા આઇ હેનરી આપું છું કે આ રચના મારી પોતાની મૌલિક રચના છે. 

જો એ કોઇની નકલ પૂરવાર થશે તો કાનુની પગલા ભરવાનો આપનો અધિકાર છે.

 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

‘ઇ’થી ઇશ્વર અને ‘ઇ’થી ઇકોનોમી

             એક ક્ષણ માટે કલ્પના કરો કે જો અયોધ્યામાં રામ ન હોત, વારાણસીમાં વિશ્વનાથ ન હોત, તિરુપતિમાં બાલાજી, શિરડીમાં સાંઈબાબા, પુરીમાં જગ...