કવિતાનું નામ- છે? (ગઝલ)
કવિનું નામ - ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"
સ્નેહનો વરસાદ છે? ઘરમાં તમારા,
ભાવ ભીનો સાદ છે?ઘરમાં તમારા.
સાથમાં બેસી જમો છો? ને જમો તે,
થઇ જતો પરસાદ છે?ઘરમાં તમારા.
વાદ કે વિખવાદના બદલે ખરેખર,
હર વખત સંવાદ છે? ઘરમાં તમારા.
ઠેસ ના પહોચે વડિલોના હૃદયને,
એટલી મરજાદ છે?ઘરમાં તમારા.
કરવા જેવા રોજ સરવાળા કરો ને,
બાદ જેવું બાદ છે?ઘરમાં તમારા.
ગાય સૌ નોખા અવાજે ગાન તો પણ,
એક સરખો નાદ છે?ઘરમાં તમારા.
સ્નેહને વિશ્વાસના બંધન વચાળે,
કોઇ પણ આઝાદ છે?ઘરમાં તમારા.
ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"
આથી હું ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી" બાંહેધરી આપું છું કે આ રચના મારી પોતાની મૌલિક રચના છે. જો એ કોઇની નકલ પૂરવાર થાય તો કાનુની પગલા ભરવાનો આપનો અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.