મારી પ્રાર્થના - ઘનશ્યામ વ્યાસ"શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 12 સપ્ટેમ્બર, 2023

મારી પ્રાર્થના - ઘનશ્યામ વ્યાસ"શ્યામ"

રચનાનું નામ:- મારી પ્રાર્થના

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ"શ્યામ"


 કરી પ્રાર્થના આજે

તો સ્મિત મળ્યું.

 ભગવાનને શણગાર્યો

તો પ્રસાદ મળ્યો.

એકાવન પ્રદક્ષિણા કરી

તો સમય આપ્યો.

ભગવાનને પ્રણામ કર્યા

ને મેં આંખો ખોલી.


ઈશ્વર હવે તું ખોલ આંખો!

ભક્તો ફેલાવી રહ્યા પાંખો.


ભક્તો રોજ કરે સલામ

 સગી આંખે જુએ તને

તું ફરમાવતો આરામ.


ભક્તો રોજ તને શણગારે

માગે મહેનતાણું. 

રોજ તને પ્રાર્થના અર્પે

  માગે શિરપાવ.

ભક્તો રોજ પૂછે સવાલ

કોઈક વાર તો આપ

જવાબ!


રોજ અધધધ રૂપિયા અને

ડાયાબિટીસ થાય એટલો

છપ્પન ભોગ ધરાવાય,

પૂજારી નું ઘર ભરાય

એટલું સુવર્ણ ધરાવાય.

 બદલામાં તારાથી 

કાંઈ ન થાય ?

અરે! હા તું જ પૂજારીની

જેલમાં હોય તો તારાથી 

શું થાય ?


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...