મોદીજીનો ડંકો વાગે છે - શ્રીમાળી અંજના અંજિતા અમદાવાદ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023

મોદીજીનો ડંકો વાગે છે - શ્રીમાળી અંજના અંજિતા અમદાવાદ

રચનાનું નામ: મોદીજીનો ડંકો વાગે છે.

લેખક નું નામ: શ્રીમાળી અંજના અંજિતા અમદાવાદ


શૂરવીર માં એક વીર છે

હિંમત તણો ભડવીર છે

ગુંજે વિશ્વ જેના નામથી

ગુજરાતનું અમ હીર છે.


વાગે છે રે વાગે છે મોદીજીનો ડંકો વાગે છે...

ગામ કે શહેરમાં ઝૂંપડી કે મહેલમાં

જેના નામથી દેશ આખો ગાજે છે.

મોદીજી નો ડંકો વાગે છે...


દુનિયાના એક એક દેશે વધાવ્યા,

ગુજરાતને મોંઘા ગૌરવ અપાવ્યા.

જેના રૂદિયામાં દેશ પ્રેમ જાગે છે.

મોદીજી નો ડંકો વાગે છે.,.


રામના નામ ઘેર ઘેર ગવડાવ્યા,

વિકાસ પંથે આગળ ધપાવ્યા.

કે આખું વિશ્વ માન જેને આપે છે.

મોદીજી નો ડંકો વાગે છે,..


નામથી જેના દુશ્મન તો કાંપતા,

સરહદ છોડી ભલભલા ભાગતા.

આતો અવતારી પુરુષ લાગે છે.

મોદીજી નો ડંકો વાગે છે..


અંજના શ્રીમાળી 'અંજીતા '

  અમદાવાદ

હું બાહેધરી આપું છું કે આ મારી સ્વરચિત તો રચના છે 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...