આદત પડી - દેવીબેન વ્યાસ વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 21 ઑક્ટોબર, 2023

આદત પડી - દેવીબેન વ્યાસ વસુધા



રચનાનું નામ - આદત પડી

લેખકનું નામ- દેવીબેન વ્યાસ વસુધા


શબ્દ ટોવાની સતત આદત પડી.

અર્થ વણવાની સતત આદત પડી.


ને નદી માફક સદા વહેતાં રહી,

ક્ષાર પીવાની સતત આદત પડી. 


શાખને ફૂટી કૂંપળો શ્રદ્ધા ધરી,

વૃક્ષ હોવાની સતત આદત પડી.


આ જગત ઉપયોગ કરતું તે છતાં,

ફેર બળવાની સતત આદત પડી.


સાત અશ્વે સૂર્ય જગ માથે તપે,

સાર ગ્રહવાની સતત આદત પડી.


ના અપેક્ષા કે ઉપેક્ષાની અસર,

માન દેવાની સતત આદત પડી.


શ્વાસ છે બસ ત્યાં સુધીની છે સફર,

જાત પ્રોવાની સતત આદત પડી.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


લેખકનું નામ:- દેવીબેન 

વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...