લાગણી - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 4 ઑક્ટોબર, 2023

લાગણી - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

કવિતાનું નામ - લાગણી

કવિનું નામ:-  ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"


નહીં આ ગણાશે સદી લાગણીની, 

સૂકાઈ રહી છે નદી લાગણીની. 


નદી જેમ વહેતી હતી માનવીમાં, 

હવે તો વધી બાલદી લાગણીની. 


શીખવશે ઘણાં દાખલાઓ મશીનો, 

નહીં એ તો માંડે વદી લાગણીની. 


ન સમજી શકો કોઇની ચાલશે પણ, 

ન કરશો ઉપેક્ષા કદી લાગણીની. 


વધુ સુધરેલા વધુ શુષ્ક લાગ્યા, 

બહુ એને લાગે બદી લાગણીની. 


જરૂરત સમે એ નહીં કામ આવે, 

જે વાતો કરે રાત દિ લાગણીની. 


ગણિત હું ભણ્યો ને ભણાવું બધું પણ, 

ભણાવી વધુ બહુપદી લાગણીની. 


ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"


આથી હું ભદ્રેશ "વ્યાસ વ્યાસ વાણી"

બાહેધરી આપું છું કે આ રચના મારું પોતાનું મૌલિક સર્જન છે. જો એ કોઇની નકલ પૂરવાર થાય તો કાનુની પગલા ભરવાનો તમારો અધિકાર છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...