કવિયત્રી: વંદના દવે
શિર્ષક:- " શરદ પૂર્ણિમા "
❣️ *શરદ પૂર્ણિમા*❣️
*અંબરમાં ઉગ્યો ચાંદલિયો પ્યારો,*
*રૂપ રંગ એનું અજીબ નજરાણું.*
*પૂર્ણિમાઓ તો અનેકો નેક આવે,*
*શરદપૂર્ણિમા વ્હાલમ શી લાગે.*
*પિયુ સંગ રમવું રાસ રજની ભર,*
*કરવી કંઈક ગુફ્તગુ બની છું અધીર.*
*પૂર્ણિમા સાક્ષી રહેશે આપશે સાથ*,
*પય પૌવાની મહેફિલ જમાવી છે તુજ સંગ.*
*ભુલી શર્કરા નાખવું દૂધ પૌવામાં ભૂલી હું ભાન શાન*,
*પિયુ ના હૈયેથી છલકાશે હેત મીઠડા.*
*પિયુને લોચનીએથી ઝરશે અમી ,આજ ધવલ છે રાત,*
*કરશે કંઈક મીઠડી પ્યાર ભરી એ વાત.*
*વૃંદાવનને મારગ રમતા'તા રાધા શ્યામ રંગીલા રાસ,*
*બની હું રાધા આજ વૃંદાવન બન્યું મુજ ધામ*
*બ્રહ્માંડે પથરાય છે ચંદ્રની ચંદ્રિકા રુપલી શ્વેતલ,*
*છવાઈ જવું દિલ મહીં આજ પિયુની બની ચાંદની!!*
બાંહેધરી : વંદના દવે ખાતરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.
વંદના દવે જુનાગઢ✍️
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.