કવિયત્રી - વંદના દવે.
શિષૅક:- -ઝાકળ઼. 🌹
વિભાગ -પદ્ય
પુષ્પને આજ આવ્યું એક મધુર સોણલું,
*જોયું ઝાકળ નિજ પર વિશ્રામ કરતું'તું*...
*ખોલી આંખ જરા કૂસુમે મોતી સમ મંડરાયુ,*
*મદહોશ થઈ શબનમ સ્મિત મદદ કરતુ'તુ!*...
*દ્વિરેફને ઘણી થઈ ઈર્ષા ને થયુ ઘૂમાન,*
*શું નાતો પુષ્પ સંગ વળી ઝાકળ છે તુચ્છ?*...
*ગુંજન કરતો અલી પહોંચ્યો પુષ્પ પર,*
*મધુ ભોગીએ પંખ થકી કરી દૂર ઝાકળ*....
*નિંદ્રા ન કરી ઝાકળે, ઉજાગરો થયો અતિ,*
*નિષ્ઠુર ઉષા શુ કામ આજ આવી વહેલી?*...
*ઉષાએ કરી ઈર્ષા અતિ ઉડાડી ઝાકળ,*
*બાષ્પિલ ઉડી ઝાકળ ને રહીં ગયા પદરવ !!*...
*વંદના દવે જુનાગઢ.*✍️
બાંહેધરી આપવામાં આવે છે કે આ મારી સ્વરચિત રચના છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.