આગંતુક - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023

આગંતુક - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા

રચનાનું નામ: આગંતુક

લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા 


આગંતુક..


ખબર પણ નહોતી આપણને,

જીવનસાથી બનીશું આપણે..

આવ્યો તો તું આગંતુક બનીને,

એક રાતના આશ્રય કાજે..


ના જાણ ના ઓળખ છતાંયે,

ખુશી થી આવકાર્યો તને બાપુએ..

પૂછ્યું પણ નહીં કે ક્યાંથી આવ્યા!

આંગણમાં ખાટ ઢાળી આપ્યો..


ગોષ્ઠી સાથે વાળુ કરતાં,

વાતોના તડાકા જામ્યાતા..

આવ્યો ત્યારે તું હતો આગંતુક,

અને,સવાર થતાં તું લાગે ઘરનો..


શિરામણ કરી તું નીકળ્યો પરત,

બા બાપુ તને પાદર મૂકવા આવ્યા..

'વળતા પરત આવજો તમે' કહી..

આંખમાં આંસુ લાવે બા ને બાપુ..


મનભાવન તારી વાતો,

યાદ કરી હરખાય બાપુ..

માંગુ નાખ્યું મારી માટે,

લગન લેવાયાં ઘડીયાં આપણાં..


આગંતુક સંગ પાણી ગ્રહણ,

માની શકે ના કોઈ..

સત્ય વાત..સફળ લગ્નજીવન,

દાખલારૂપ બની ગયું આજે..


શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

'મૌની' વડોદરા


બાંહેધરી:ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...