મિત્રોને સમર્પિત - ઘનશ્યામ વ્યાસ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 12 નવેમ્બર, 2023

મિત્રોને સમર્પિત - ઘનશ્યામ વ્યાસ



દિવાળીમાં વરસાદ

                     આવે તો ગમે .


તમારી યાદ રોજ

                     આવે તો ગમે.


તમે આવીને બાજુમાં

                      બેસે તો ગમે.


તમારી લાક્ષણિક અદા

                   ને કંડારવી ગમે.


જે ગયા એમની હસીન

             પળો યાદ કરવી ગમે.


રાધા કૃષ્ણની શણગારેલી

                      મૂર્તિઓ ગમે .   


દિવાળીની શુભેચ્છા

                પણ આપવી ગમે.


 નૂતન વર્ષાભિનંદન

                   કહેવું પણ ગમે.


બસ આમ જ જિંદગી

             પસાર કરવી ગમે.



ઘનશ્યામ વ્યાસ

"શ્યામ" 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

‘તમે તકલીફમાં હોવ ત્યારે ભગવાન બચાવવા આવે...’ આજે પણ આવું થાય ખરું?

       વાત અમદાવાદની છે, વાત છે સાબરમતીના કિનારાની... 500 પરિવારોની એક વર્ષો જૂની વસાહતની... પેઢીઓથી એ લોકો ત્યાં રહે. એમના બાળકોને તો એમ જ ...