વૃત્તિ સેવાની છે કે સત્તાની ?? - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 4 ઑક્ટોબર, 2023

વૃત્તિ સેવાની છે કે સત્તાની ?? - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

વિષય બોધકથા

શીર્ષક- વૃત્તિ સેવાની છે કે સત્તાની ?? 


કાર્ય રાજકીય હોય કે સામાજિક, વૃત્તિ સત્તાની નહીં સેવાની હોવી બહુ જરૂરી છે! પણ અફસોસ એવું હોતું નથી!! 

   

  શીલા અને સિદ્ધાર્થ વચ્ચે બહુ જ જોરદાર ટોપીક પર બહેસ થઈ રહી હતી અને શીલા છે કે માનવાં તૈયાર જ ન્હોતી. શીલા તે શું પહેર્યું છે તને ખબર છે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તે! અફકોર્સ આઈ નો પણ હું પ્રસંગ પ્રમાણે મારો ટેસ્ટ ચેન્જ કરવામાં માંનતી નથી. હું આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને પૂરેપૂરો આદર આપું છું, અને એમની દેશભક્તિ માટે મને સંપૂર્ણપણે માન છે. પરંતુ એની માટે થઈને મારે આજના દિવસે ખાદી પહેરવાની જરૂર નથી, અને મને લાગે છે, ત્યાં સુધી એમને પણ કંઈ વાંધો નહીં હોય! કારણ કે માત્ર ખાદી પહેરવાથી આપણે કંઈ ગાંધીવાદી થઈ જતા નથી. સિદ્ધાર્થ એને કહી રહ્યો હતો કે પરંતુ હું એક રાજકીય નેતા છું, અને તું મારી સાથે આજે આ કાર્યક્રમમાં આવવા માંગતી હોય તો, આવા વેસ્ટન આઉટ ફીટમાં તો તારાથી અવાશે જ નહીં! આ મેં તને છેલ્લે છેલ્લું કહી દીધું. સિદ્ધાર્થ હજી આગળ બોલ્યો ખાદી એ કોઈ વસ્ત્ર નથી વૃતિ છે!: એ હજી આગળ કંઈ બોલે એ પહેલા જ શીલાએ એને અટકાવતા કહ્યું, એમ; મને તો ખબર જ નહીં! એ પહેરવાથી શું માણસ પ્રમાણિક થઈ જાય? ઈમાનદાર અને પ્રમાણિક રહેવા માટે માત્ર ખાદી પર્યાપ્ત નથી, એ મારાથી વધુ કોણ સારી રીતે જાણતું હોય! એવો એક કટાક્ષ પણ શીલાએ કર્યો!; સિદ્ધાર્થે કહ્યું કે તારી સાથે તો કોઈ વાત કરવામાં સમય વેડફવા જેવું છે. મેં તને માત્ર એટલું જ કહ્યું છે કે આજના આ કાર્યક્રમ પ્રમાણે તારો ડ્રેસ બરોબર નથી. સિદ્ધાર્થે શીલાને કહ્યું કે મને એક વાતનો જવાબ આપ, કે  દાખલા તરીકે તારે અત્યારે કોઈ મેરેજ સેરેમનીમાં જવાનું હોય તો તું આવા કપડાં પહેરે! શીલા એ કહ્યું કે ના તો હું ટ્રેડિશનલ વેર પહેરું, પણ એ પણ જો કોઈ અંગતના લગ્ન હોય તો, બાકી તો મારા મૂડ પ્રમાણે છે. બસ હું તને એ જ સમજાવવા માંગુ છું કે, આજે આપણે જે કાર્યક્રમમાં જવાના છીએ, અને ત્યાં મારે આજે શહેરના યુવા પ્રમુખ તરીકેની ચૂંટણી પછીની પ્રથમ સ્પીચ છે, ત્યારે તું કોઈ તમાશો ન કરે તો સારું! શીલા એ પણ કહી દીધું કે, જો તું ઈચ્છતો હોય કે હું તારી સાથે આવું તો, હું આજ ડ્રેસમાં આવીશ! બાકી તું એકલો જઈ શકે છે, અને સિદ્ધાર્થે પણ ગુસ્સામાં કહી દીધું કે, જો તારે આ જ રીતે આવવું હોય તો તું ના આવે એ જ બહેતર છે. કારણ કે આપણે કોઈ વેસ્ટર્ન પાર્ટી કે ડિસ્કો ક્લબમાં નથી જવાનું! કે જ્યાં તારા જેવા જ બધાનાં ડ્રેસ અપ હોય, જેથી કરીને કોઈ ને એ ગેરવ્યાજબી ન લાગે! સિલાઈ કહ્યું સિદ્ધાર્થ તને ખબર છે, હું આવી જ છું, અને તે મને મારા મોર્ડન એટીટ્યુડ સાથે જ પસંદ કરી હતી. સિદ્ધાર્થે કહ્યું કે પણ ત્યારે વાત જુદી હતી, અને આજે વાત સાવ જુદી છે. સિદ્ધાર્થે કહ્યું શીલા, શું તું ઇચ્છતી નથી કે તારા પતિનું પોલિટિકલ કેરિયર સ્ટ્રોંગ બને. સિલાઈ કહ્યું કે સિદ્ધાર્થ આ વાત જ ખોટી છે. પોલિટિકસ કોઈ કેરિયર નથી, અહીં વાત જનતાની સેવાની છે! પછી એણે ગમે તે વસ્તુઓ પહેર્યા હોય પણ એની વૃત્તિ અન્યની મદદરૂપ થવાની હોવી જોઈએ. હું તને આ જ સમજાવવા માગું છું, કે આજે કદાચ મારા આ ડ્રેસથી તને કે તારી પાર્ટીના લોકોને ખરાબ લાગે! પણ હવે સમય બદલાયો છે, અને માત્ર ખાદી પહેરવાથી વોટ નહીં મળે! એની માટે જનતાના હિત માટે ખરેખર સદ્ધર કામ કરવા પડશે! અને તારું જ વાક્ય તને પાછું કે આ વાત માત્ર વસ્ત્રની નથી વૃત્તિની છે, જે દિલમાંથી ઉદભવતી હોય છે. હા એક સમય હતો જયારે આ રીતે સમાજ એ દેશની સ્વતંત્રતા માટે સૌથી પહેલાં પોતાની જરૂરિયાતની વૃત્તિ પર કાબૂ કરવા માટે ખાદી પહેરી હતી, પણ હવે તો એ માત્ર યુનિફોર્મ બનીને રહી ગઈ છે! ક્યાં રાજકીય નેતાઓને કે પક્ષને દેશ પ્રત્યે એટલી સમર્પણની ભાવના છે! અને હા દેશ ભક્તિ માટે કંઈ નેતા થવું જરૂરી નથી, કે જરૂરી નથી કે ખાદી જ પહેરવી! અને હું કંઈ મૂર્ખ નથી કે આવા વેસ્ટર્ન કપડાં પહેરીને આવું! પણ મારે તમારી જેવા દેશભક્તિ કરવા નીકળેલા યુવાન ને સાચી દેશભક્તિ શું છે એ બતાવવું હતું. 


  સિદ્ધાર્થ અને શીલા બંને શહેરનું લોકપ્રિય યંગ કપલ હતું, બંનેનાં લવ મેરેજ હતા. બંને વિદેશની કંપનીમાં જોબ કરતા હતા, પણ અચાનક એ કંપની ફ્રોડ નીકળી અને કારણે બંને જોબ લેસ થઈ ગયા. હકીકતમાં બંને એ અમુક રુપિયા રોકડા આપીને તેમજ પ્રોપર્ટી ગીરવે મૂકીને એજન્ટ દ્વારા આ નોકરી મેળવી હતી,હવે ત્યારે થોડી ખબર હતી કે આવું થશે! જોબ લેસ થયેલા સિદ્ધાર્થ એનાં ફ્રેન્ડ સર્કલમાં લાંબો સમય રહેતો હતો, અને યુવાનો સાથે વારંવાર આવી ઘટના ઘટે છે, તો સરકારે કંઈક કરવું જોઈએ! અને આ સંદર્ભમાં એણે યુવાનો સાથે કેટલાય સરઘસો કાઢ્યા. આ રીતે પણ એ હવે લોકપ્રિય બનતો જતો હતો. શીલા એને સમજાવતી હતી કે આપણી સાથે થયું એ આપણું નસીબ! હવે આ રીતે જીંદગી નહીં નીકળે! તું પણ કોઈ જોબ શોધી લે. પણ સિદ્ધાર્થ એવું કંઈ સાંભળ્યું નહીં અને એમાંના એક પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા સાથે વારંવાર મળવાનું થયું,અને એમ કરતાં જ એ રાજકીય પાર્ટીનો યુવા પ્રમુખ બની ગયો. શીલા એ તો એક બીજી સામાન્ય કંપનીમાં જોબ લઈ લીધી, પણ સિદ્ધાર્થ હવે એમ એલ એ બનવાનું ખ્વાબ જોવા લાગ્યો. સિદ્ધાર્થનાં મનમાં તો એકવાર ખુરશી મળે એટલે લાખો કરોડો રૂપિયા ભેગા કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી લેવું એવું હતું. પરંતુ શીલા જાણતી હતી કે આ સાચી દેશભક્તિ નથી. સોડા બોટલના ઉભરા જેવું છે, અને એટલે જ એણે આજે આ નાટક કર્યું! શીલા એ ગાંધી જયંતિનાં કાર્યક્રમમાં જવા માટે સ્લીવલેસ અને બેકલેસ શોર્ટ ટોપ અને શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું, એનો ડ્રેસ અપ જોઈને જ સિદ્ધાર્થ ભડકી ગયો હતો, પણ શીલા દ્વારા કહેલું વાક્ય આ વાત માત્ર વસ્ત્રની નથી વૃત્તિની છે! એણે આજે સાચે જ જબરી અસર કરી અને એણે ગાંધી જયંતિનાં પ્રોગ્રામમાં પોતે આ પદ માટે યોગ્ય નથી, માટે એ રાજીનામું આપે છે, એવું જાહેર કરી દીધું. પાર્ટી એ એને ઘણું દબાણ કર્યું પણ સિદ્ધાર્થ એ કહ્યું કે, પોતાની વૃત્તિ સેવા માટેની નહીં પણ સત્તા માટેની છે! જે દેશભક્તિ માટે લાયક નથી. પણ મારો એક પ્રશ્ન છે કે, શું દરેક રાજકીય પક્ષના  કાર્યકરો ના મનમાં ખરેખર સેવાની વૃત્તિ હોય છે કે માત્ર સત્તાની ? અને જો સત્તાની જ હોય તો એણે રાજકીય પક્ષમાં ક્યારેય જોઈન્ટ થવું નહીં! આમ કહી એ સ્ટેજ છોડીને શીલાનો હાથ પકડીને ચાલવા લાગ્યો અને શીલા ને પુછ્યુ મેં બરોબર કર્યું? શીલા એ કહ્યું એકદમ બરોબર, અને એણે સિદ્ધાર્થ નો હાથ એકદમ કચકચાવીને પકડી લીધો, કારણકે એ જાણતી હતી કે સિદ્ધાર્થ ને અત્યારે સહારાની જરૂર છે.


      લી- ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 

બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...