હે પ્રભુ! - દેવીબેન વ્યાસ વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 1 ઑક્ટોબર, 2023

હે પ્રભુ! - દેવીબેન વ્યાસ વસુધા


રચનાનું નામ - હે પ્રભુ! 

લેખકનું નામ- દેવીબેન વ્યાસ વસુધા


હે પ્રભુ, આખા જગતમાં એક નવો કિલકાર દેજે.

સાદ દેતાં વેંત તારો બસ સતત ભણકાર દેજે.


લાખ આવ્યાં ને ગયાં છે, આ જગે મહેમાન થઇને,

રાહ તારો જ્યાં મળે ત્યાં દિલ થકી સત્કાર દેજે.


કર કસોટી પણ દિલે તું હામ દેજે સામનાની,

વારને ઝીલી શકું બસ એટલો વ્યવહાર દેજે.


અંશ છું તારો, મને એ વાતનું અભિમાન કાયમ,

તું હ્રદયમાં છે સતત એ સાથનો રણકાર દેજે.


રહું અહંથી દૂર કાયમ, ઓળખું એ ચેતનાને,

આગ હો કે નીર પણ તારો સતત વિચાર દેજે.


જિંદગી દીધી મને તે, એ જ મોટી વાત માનું,

હો ગમન તારા તરફનું, એટલો સંચાર દેજે.


સૃષ્ટિનો શણગાર કેવો તે બનાવ્યો જગની ખાતર,

દે સમજ દર્શન કરું કણ કણ મહીં, તું પ્યાર દેજે.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...