સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
શીર્ષક નવરાત્રી સ્પેશિયલ
પદ્મ જેવા અસંગ પાંચ ગુણોને જો વિકસાવી શકાય, તો પંચદેવનો નિત્ય નિવાસ થાય, અને આપણું જીવન ઋષિ જેવું બને
હે મા જગત જનની.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સુખનાં દિવસો ઝડપથી વિતે એમ આજે પાંચમું નોરતું, મા સ્કંદ માતાની આરાધનાનો મહિમા. જય આદ્યા શક્તિ.. મૈયા પંચમે પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા, પંચ દેવ ત્યાં સોહે પંચ તત્વોમાં. પાંચમા નોરતે આ પંચ તત્વથી બનેલા દેહનો મહિમા ગાયો, પદ્મ જેવા અસંગ પાંચ ગુણોને જો વિકસાવી શકાય તો પંચ દેવની ત્યાં હાજરી રહે એટલે કે ત્યાં એ દેહમાં પંચ દેવનો નિત્ય નિવાસ થાય,અને પછી મહાન થઈ ગયેલા પંચ ઋષિ જેવું જીવન જીવી શકાય, એવું પણ ચિંતન થઈ શકે. બીજું ગઈકાલે બરસાનાની કથા સાંભળતી હતી તો પૂરી થઈ ગયા બાદ અસ્થમા કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો અને માનનીય કોઈ શાસ્ત્રીજી મા નવદુર્ગાની વાતો કરી રહ્યા હતાં એમાં એમને કહ્યું કે આ સૃષ્ટિનું સર્જન કરવું એમાં વસતા જીવોનું લાલન પાલન કરવું અને સૌની સમસ્યાનો હલ કરવો એ મા જગદંબાનું મનોરંજન છે. મનોરંજન એટલે કે એને ગમતી ક્રિયા છે, મને આ કથન સારું લાગ્યું એટલે આ પ્રસાદ રૂપે મુક્યું. સામાન્ય માતા હોય તો એ પણ બાળકના જન્મ પછી એના ઉછેરમાં કોઈ કમી ના રહે તેમ તેનો ઉછેર કરતી હોય છે તેની સાથે કાલી ઘેલી ભાષામાં વાતો કરતી હોય છે અને આ જ તેનું મનોરંજન હોય છે એટલે કે સૌથી વધુ ગમતી ક્રિયા હોય છે એટલે મા જગદંબાનું મનોરંજન પણ આપણા સુખ સમૃદ્ધિ અને એશ્વર્યા વધારવાનું હોય એ બહુ સમજી શકાય તેમાં સ્વીકારી શકાય એવી વાત છે અને એટલે જ આપણે મા મહાલક્ષ્મી ના દરબારમાં આ કનકધારા સ્તોત્ર લઈને પહોંચી ગયા છીએ કે હે મા તું જ અમારી મનોકામના ને પૂર્ણ કરનારી છે પણ અમે સાથોસાથ વચન આપીએ છીએ કે તારી કૃપાથી પ્રાપ્ત થયેલા આ ધન એશ્વર્યા નો અમે યોગ્ય રીતે અમારા તથા અન્યના મનોરંજન માટે ઉપયોગ કરીશું.
સકલ બ્રહ્માંડને ગરબા રુપે મસ્તકે લઈને ફરનારી મા જગદંબા ને પૃથ્વી નામક આગ્રહ ખૂબ જ પસંદ છે અને એટલે જ એ તેની પર અનુગ્રહ કરતી દેખાય છે. જ્યારે જ્યારે પૃથ્વી પર કોઈ વિકેટ સમસ્યા આવી ત્યારે તેનો હાલ માતાએ પોતાના કોમળ સ્વરૂપને રૌદ્ર બનાવીને એ સમસ્યાનું નિવારણ કર્યું છે અને આ શાસ્ત્રોત વાતોથી આપણે સૌ પરિચિત પણ છીએ. પરંતુ કાળ સંદર્ભે અત્યારે માતા દર્શન કઈ રીતે આપતી હોય અને આપણી સમજમાં એ સહજ ઉતરી જાય એવી કોઈ વાત હોય તો એ કઈ છે? એવો પ્રશ્નાર્થ પણ થાય. કારણ કે ચમત્કાર અને પરચા એ આજના યુગમાં અંધશ્રદ્ધા વધારી શકે, અને આપણે મા ભવાનીની સાત્વિક શ્રદ્ધાની ઉપાસના કરવાની છે. સૌ કોઈ સાક્ષી હશે કે પોતાના જીવનમાં જ્યારે જ્યારે કોઈ સમસ્યા આવી હોય કે અત્યંત વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય ત્યારે કોઈ અણધારી એવી ઘટના ઘટે કે કાં તો એ પરિસ્થિતિનો આપણે સામનો કરી શકીએ એવી શક્તિ આવે,અથવા તો એ સમસ્યાનો હલ નીકળી જતો હોય એવી કંઈક મદદ મળે! લાખો કરોડોના ધંધામાં ખોટ ગઈ હોય ત્યાં કોઈના આવવાથી અણધારી સફળતાના એંધાણ મળે! ભયંકર માં ભયંકર રોગનું નિવારણ થતું જોવા મળે, અરે મૃત્યુની ઘડીઓ પણ ટળી જતી હોય એવા દાખલા છે. તો આ રીતે માં જગત જનનીનુ શ્રદ્ધા સ્વરૂપ આવીને આપણી મદદ કરતું હોય છે, પણ એની માટે આપણી બુદ્ધિમાં પણ સાત્વિક શ્રદ્ધાનું હોવું બહુ જરૂરી છે. એટલે આપણે પણ આ સ્તોત્ર ગાન કરતા પહેલા આપણી બુદ્ધિમાં સાત્વિકતા વધે એવી માંગ સાથે આ સ્તોત્ર નું ગાન કરીશું કે જેના દ્વારા ધન ઐશ્વર્ય તો આપણા પ્રારબ્ધ અનુસાર મળવાનું હોય તો મળશે જ પણ નહીં તો સંતોષ નામનો પારસમણી તો અવશ્ય મળશે જ.
** કનકધારા સ્તોત્ર**
દિગ્ઘસ્તિભિઃ કનક કુંભમુખાવસૃષ્ટ
સ્વર્વાહિની વિમલચારુજલાપ્લુતાંગીમ |
પ્રાતર્નમામિ જગતાં જનનીમશેષ
લોકધિનાથ ગૃહિણીમમૃતાબ્ધિપુત્રીમ || 16 ||
દિશાઓ રૂપી હાથીઓ દ્વારા કનક કુંભ (સુવર્ણ કળશ)ના મુખથી આકાશગંગાના સ્વચ્છ, मनोहर मनी पाशोबी (भगवान) ना श्री अंगनी अभिषे (स्नान) वाय छे से समस्त લોકોના અધિશ્વર ભગવાન વિષ્ણુની પત્ની અને ક્ષીર સાગરની પુત્રી જગન્માતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતઃકાળે નમસ્કાર કરું છું.
કમલે કમલાક્ષ વલ્લભે ત્વં
કરુણાપૂર તરંગિતૈરપાંગૈઃ |
અવલોકય મામકિંચનાનાં
પ્રથમં પાત્રમકૃતિમં દયાયાઃ || 17||
હે કમલનયન ભગવાન વિષ્ણુની કમનીય કામિની કમલા ! હું દીનહીન મનુષ્યમાં અગ્રગણ્ય છું. એટલા માટે સ્વાભાવિક તમારી કૃપાને પાત્ર છું. તમે ઊભરતા કરુણાના પૂરના તરલ તરંગો સમાન કટાળો દ્વારા મારી દિશામાં અવલોકન કરો અન્ આપની કૃપાદૃષ્ટિથી મારું કલ્યાન્ન.
સ્તુવંતિ યે સ્તુતિભિરમીભિરન્વહં
ત્રયીમયીં ત્રિભુવનમાતરં રમામ |
ગુણાધિકા ગુરુતુર ભાગ્ય ભાગિનઃ
ભવંતિ તે ભુવિ બુધ ભાવિતાશયાઃ || 18 ||
સુવર્ણધારા સ્તોત્રં યચ્છંકરાચાર્ય નિર્મિતં
ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં સ કુબેરસમો ભવેત
જે મનુષ્ય આ સ્તોત્ર દ્વારા નિત્યપ્રતિ ત્રણેય વેદોની શક્તિથી યુક્ત એવી વૈદબથીસ્વરૂપા, ત્રણે લોકોની માતા, ભગવતી ૨મા (લક્ષ્મી)ની સ્તુતિ કરે છે, એ લોકો આ પૃથ્વી ઉપર મહાગુણી અને અત્યંત સૌભાગ્યશાળી કહેવાય છે તથા વિદ્વાન પણ એમના મનોગત ભાવને સમજવા માટે વિશેષ ઈચ્છુક રહે છે.
કનકધારા સ્તોત્ર ની પુર્ણાહુતી થઈ અને પાંચમું નોરતું એટલે કે નવરાત્રીની મધ્યનો દિવસ છે , એટલે કે આપણે સંસાર સંન્યાસની મધ્યમાં ઊભા છીએ. દિવસેને દિવસે મા જગદંબાની આરાધનાની ઉત્કંઠા વધતી જાય છે, એના દર્શનની અભિલાષા તીવ્ર બનતી જાય છે, અને એ પ્રસન્ન થઈને શું વરદાન આપશે? એ જિજ્ઞાસા પણ થાય છે. પણ હમણાં નવ દિવસ પૂરા થશે, અને હજી આપણે સંસારમાંથી સંન્યાસી સુધી પહોંચ્યા પણ નહીં હોઈએ ત્યાં વળી પાછો એ જ સંસાર અને એ જ કંકાસ! એટલે ઘણીવાર એમ થાય કે શું આવો ઉચ્ચ ભાવ આપણે કાયમ માટે અર્જિત ન કરી શકીએ? થાય ને શું કામ ન થાય! આ સ્તોત્રના રચયિતા ભગવાન આદિદેવ જગતગુરુ શંકરાચાર્ય એ જ શિવ માનસિક પુજાનુ સ્તોત્ર લખ્યું છે, અને એમાં એમણે સ્પષ્ટપણે લખ્યું છે કે, અમારી સુવું, ઉઠવું, ખાવું, પીવું, અને કમાવું એ બધી રોજિંદી દૈનિક ક્રિયા છે, એ જ અમારી ઉપાસના પદ્ધતિ છે. એટલે આપણી આ દૈનિક ક્રિયાઓને દૈનિક વ્યવહારોને જો સુધારવામાં આવે, તો પછી આપણી માટે કાયમ નવરાત્રી અને શિવરાત્રી જ છે. એટલે કે ઉચ્ચ ભાવનાથી જીવન જીવાતું નથી, એ જ સઘળી સમસ્યા કે સઘળાં મનોરોગનુ કારણ છે. આપણી સંસ્કૃતિમાં કહ્યા મુજબના ખાનપાન, પ્રસાદ જેમ ગ્રહણ કરીએ, સુવા ઉઠવાનો નિશ્ચિત નિયમ કરીએ, ઘર તથા ઘર બહારના સંબંધોમાં કે વ્યવહારોમાં બને એટલી નમ્રતાનો પ્રયોગ કરીએ, સૌને પ્રેમપૂર્વક સ્વીકારીએ, અને મહાલક્ષ્મી ના ભરથાર એવા શ્રી વિષ્ણુના અનન્ય સ્વભાવને યાદ કરી કોઈ અન્ય માટે આપણાથી થાય એટલું કરીએ, તો પછી આ નવરાત્રી જેવો ઉચ્ચવાવ કાયમ માટે આપણા હ્રદયમાં અંકિત કરી શકીશું, અને એ રીતે મા જગદંબાના નવેનવ સ્વરૂપનો અનુગ્રહ પામીશું. મનુષ્ય જન્મ દુર્લભ છે, અને એમાં પણ કલાક પછી શું થવાનું છે? એ આપણે કહી શકીએ નહીં, એટલો વિકટ સમય ચાલી રહ્યો છે, ત્યારે ભૂતકાળમાં જે ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ, ભવિષ્યનો કોઈ જ ભરોસો નથી , ત્યારે આ વર્તમાનને વ્હાલો કરી આપણી સાત્વિક શ્રદ્ધાથી અન્યની શ્રદ્ધા વધી શકે એવું ઉત્તમ અને ઉચ્ચ જીવન જીવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના મા ભગવતીને ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.